વેણીનાં ફૂલ/તલવારનો વારસદાર

From Ekatra Wiki
Revision as of 05:48, 3 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તલવારનો વારસદાર|}} <poem> ઢાળ - શેના લીધા મારા શ્યામ અબોલડા આ શે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
તલવારનો વારસદાર

ઢાળ - શેના લીધા મારા શ્યામ અબોલડા આ શેના લીધા રે!]
 
ભેટ્યે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝૂલે રે.
ભીંતે ઝૂલે છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે રે.
મારા બાપૂને! બે બે બે કુંવરિયા
બે વચ્ચે પાડ્યા છે ભાગ:

  • હાં રે બેની! બે વચ્ચે પાડ્યા છે ભાગ

વીરાજી કેરી ભેટે ઝુલે રે.

  • બધી કડીઓમાં બીજી ત્રીજી વાર આ રીતે ગવાશે તો રાસડો ચગાવી શકાશે. ​


મોટે માગી છે મો’લ મે’લાતો વાડીઓ
નાને માંગી છે તલવાર
હાં રે બેની! નાને માંગી છે તલવાર – વીરાજી૦
મોટો મ્હાલે છે મો’લ મેડીની સાયબી
નાનો ખેલે છે શિકાર – વીરાજી૦
મોટો ચડિયો છે કાંઈ હાથી-અંબાડિયે
નાનેરો ઘોડો અસવાર – વીરાજી૦
મોટો કાઢે છે રોજ કાવા કસૂંબલા
નાનેરો ઘૂમે ઘમસાણ – વીરાજી૦
મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલીએ
નાનો ડુંગરડાની ધાર – વીરાજી૦
મોટો મઢાવે વેઢે વીંટીને હારલા
નાનો સજાવે તલવાર – વીરાજી૦
મોટાને સોઈં હીર-ઝરિયાની આંગડી
નાનાને ગેંડાની ઢાલ – વીરજી૦
મોટો સંતાય સુણી શત્રુના રીડિયા
નાનેરો દ્યે છે પડકાર – વીરાજી૦
મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતાં
નાનેરો *ઝીંકે છે ઘાવ – વીરાજી૦
મોટેરે માડી! તારી કૂખૂં લજાવી
નાને ઉજાળ્યા અવતાર – વીરજી૦
મોટાનાં મોત ચાર ડાઘુડે જાણિયાં
નાનાની ખાંભી પૂજાય – વીરાજી૦
ભેટે ઝુલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝુલે રે!
ભીંતે ઝૂલે છે તલવાર
બાપૂજી કેરી ભીંતે ઝુલે રે!

બીજો પાઠ: ઝીલે છે ઘાવ.