હાલરડાં/ભોળી જમના

From Ekatra Foundation
Revision as of 09:09, 4 March 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભોળી જમના|}} <poem> સોનલા ઈંઢોણી રે ભોળી જમના રૂપલાનું બેડું રે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ભોળી જમના

સોનલા ઈંઢોણી રે ભોળી જમના
રૂપલાનું બેડું રે ભોળી જમના
વીશ બેડાં ભરિયાં રે ભોળી જમના
એક બેડું ખાલી રે ભોળી જમના
ત્યાં તો બાળ ઊઠ્યાં રે ભોળી જમના
કેમ દોરી તાણી રે ભોળી જમના
આમ દોરી તાણી રે ભોળી જમના
પછી ખેતર ગ્યાં’તાં રે ભોળી જમના
ત્યાં તો હરણ આવ્યાં રે ભોળી જમના,
કેમ હરણ ઠેકે રે ભોળી જમના
આમ હરણ ઠેકે રે ભોળી જમના