ઋણાનુબંધ/સ્વેટર
Revision as of 06:47, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્વેટર|}} <poem> હૂંફ માટે બે જુદા જુદા ઊનનું જુદા જુદા રંગનું...")
સ્વેટર
હૂંફ માટે
બે
જુદા જુદા ઊનનું
જુદા જુદા રંગનું
હોંશે હોંશે ખરીદાયેલું
આકર્ષક સ્વેટર.
પણ હવે
પહેરવાની મઝા નથી—
એ બંધબેસતું જ નથી!
વાંકુંચૂકું ગળું
ટૂંકી બાંયો
ને ઠેકઠેકાણે પડતી ખોળ.
વળી,
મોટા સોયાથી ગૂંથાયું હશે કે કેમ
એનાં કાણાં એટલાં મોટાં
કે
સૂસવતો પવન છાતીએ વળગે…
લેતાં તો લેવાઈ ગયું
પણ હવે
ઘેરો લાગતો રંગ
ને
ડિઝાઇન પણ ના પસંદ!
થાય છે—
ઊન ખરાબ કર્યા વિના
આખું સ્વેટર ઉકેલી
નવી મનપસંદ ડિઝાઇનમાં
ફરી ગૂંથી શકાય (તો)?