સોરઠિયા દુહા/16

From Ekatra Wiki
Revision as of 09:59, 20 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|16 |}} <poem> હાથુંમાં હથિયાર, ગાહડમલ રાખે ઘણાં; ભારથ પડિયાં ભાર,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


16

હાથુંમાં હથિયાર, ગાહડમલ રાખે ઘણાં;
ભારથ પડિયાં ભાર, કોઈક ઝીલે કિસનિયા.

હાથમાં હથિયાર લઈને તો કંઈક યોદ્ધાઓ ફરતા હોય છે, પણ હે કિસનિયા! જ્યારે ધીંગાણું મચે ત્યારે એમાંથી કોઈક વીરલા જ ઘા ઝીલવા ઊભા રહે છે.