હાથુંમાં હથિયાર, ગાહડમલ રાખે ઘણાં; ભારથ પડિયાં ભાર, કોઈક ઝીલે કિસનિયા.
હાથમાં હથિયાર લઈને તો કંઈક યોદ્ધાઓ ફરતા હોય છે, પણ હે કિસનિયા! જ્યારે ધીંગાણું મચે ત્યારે એમાંથી કોઈક વીરલા જ ઘા ઝીલવા ઊભા રહે છે.