કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૫.ઓથે

From Ekatra Wiki
Revision as of 09:34, 11 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫.ઓથે|}} <poem> તરણા ઓથે ડુંગર છે, મારી ઓથે ભીતર છે. ભ્રમણાની દીવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૫.ઓથે

તરણા ઓથે ડુંગર છે,
મારી ઓથે ભીતર છે.
ભ્રમણાની દીવાલો છે,
ને દીવાલોનું ઘર છે.
હું છું ને પડછાયો છે,
એ બેમાં પણ અંતર છે.
છલના તો આંખોની છે,
પણ થોડો થોડો ડર છે.
બે થડકારા વચ્ચે છે,
એ પોલાદી પથ્થર છે.
(ક્ષણોના મહેલમાં, પૃ. ૨૩)