સોરઠિયા દુહા/137

From Ekatra Wiki
Revision as of 07:08, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


137

સીંદોર ચડાવે સગાં, દીવો ને નાળિયેર દોય;
(પણ) લોડણ ચડાવે લોય, (તારી) ખાંભી માથે, ખીમરા!

ઓ વહાલા ખીમરા! તારાં સગાં તો તારી ખાંભી ઉપર સિંદૂર ચડાવે છે, દીવો તો પ્રગટાવી શ્રીફળ વધેરે છે; પણ તારી પ્રિયતમા આ લોડણ તો પોતાનાં લોહી જ ચડાવી રહી છે.