શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/રમવા ચાલ
Revision as of 12:20, 12 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રમવા ચાલ|}} <poem> સૂરજ ઊગ્યો : રમવા ચાલ! તડકો ઊતર્યો : રમવા ચાલ!...")
રમવા ચાલ
સૂરજ ઊગ્યો : રમવા ચાલ!
તડકો ઊતર્યો : રમવા ચાલ!
પંખી ઊઠ્યાં : રમવા ચાલ!
ફૂલો ઊઘડ્યાં : રમવા ચાલ!
રસ્તા જાગ્યા : રમવા ચાલ!
પગલાં ભાગ્યાં : રમવા ચાલ!
પવન પૂછતો: શું છે ખ્યાલ?
હજી સૂતો છે? રમવા ચાલ!
રમવા ચાલ, રમવા ચાલ!
દુનિયા સાથે રમવા ચાલ!