ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અરજણ-અરજણદાસ

From Ekatra Wiki
Revision as of 10:50, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અરજણ/અરજણદાસ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંત જીવણના શિષ્ય અને પ્રેમસાહેબ (જ. ઈ.૧૭૯૨ - અવ. ઈ.૧૮૬૩)ના ગુરુભાઈ.જ્ઞાતિએ રજપૂત. આહીર કે કોળી હોવાનું નોંધાયું છે તે અધિકૃત જણાતું નથી. ગોંડલ પાસે ભાદરા ગામના વતની. દીક્ષા ઈ.૧૮૦૯. હિંદીમિશ્ર ગુજરાતી અને હિંદીમાં યોગાનુભવના ચમત્કારને વર્ણવતાં કેટલાંક પદો(મુ.) તેમણે રચ્યાં છે. કૃતિ : ૧ અભમાલા; ૨. યોગવેદાન્ત ભજન ભંડાર, પ્ર. ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.) [ચ.શે.]