ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અલરાજ
Revision as of 05:31, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
અલરાજ [ઈ.૧૮૧૯ આસપાસ] : હરિજન લોકકવિ, વઢિયાર પંથકમાં આવેલા આદરિયાણના વતની. જ્ઞાતિએ હરિજન બ્રાહ્મણ (ગોર). એમનાં ૩ મુદ્રિત કવિતોમાં સચોટ સુભાષિત-વાણી જોવા મળે છે. કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, સં. દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦. {{Right|[કૌ.બ્ર.]