ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનક-૧
Revision as of 13:08, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કનક-૧'''</span> [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૬મી સદી આર...")
કનક-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૬મી સદી આરંભ] : ખતરગચ્છના જૈન સાધુ. ક્ષેમરાજ-ઉપાધ્યાયના શિષ્ય. ક્ષેમરાજ-ઉપાધ્યાય (દીક્ષા ઈ.૧૪૫૦, ઈ.૧૫૧૩ સુધી હયાત) વિશેના તેમની હયાતીમાં રચાયેલા ૪ કડીના ગીત (મુ.)ના કર્તા. તેમનું પૂરું નામ ‘કનકતિલક’ હોવાની સંભાવના કરવામાં આવી છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [વ.દ.]