ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલસંયમ પંડિત)

From Ekatra Wiki
Revision as of 09:07, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કુશલસંયમ(પંડિત) [ઈ.૧૪૯૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં કુલવીર-કુલધીરના શિષ્ય. ૪ ખંડ અને આશરે ૬૮૦ કડીની ‘હરિબળ-ચોપાઈ/પ્રબંધ/રાસ’ (૨.ઈ.૧૪૯૯/સં. ૧૫૫૫, મહા સુદ ૫) અને આશરે ૧૨૪ કડીની ‘સંવેગદ્રુમમંજરી-ચતુષ્પદિકા’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.] કુશલસાગર(વાચક) : આ નામે ૭ કડીનું ‘વીરજિન-સ્તવન’(મુ.) મળે છે. તેના કર્તા કયા કુશલસાગર છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : જૈકાપ્રકાશ:૧. [ક.શે.]