ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનલબ્ધિ
Revision as of 13:15, 12 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનલબ્ધિ'''</span> [ઈ.૧૬૯૪માં હયાત] : ખરતરગચ્છની આ...")
જિનલબ્ધિ [ઈ.૧૬૯૪માં હયાત] : ખરતરગચ્છની આચાર્યશાખાના જૈન સાધુ. જિનદત્તસૂરિની પરંપરામાં જિનહર્ષસૂરિના શિષ્ય ‘નવકાર-માહાત્મ્ય-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૪/સં. ૧૭૫૦, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]