ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસુંદર-૨
Revision as of 05:03, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનસુંદર-૨'''</span> [ઈ.૧૬૬૦માં હયાત] : ખરતર ગચ્છ...")
જ્ઞાનસુંદર-૨ [ઈ.૧૬૬૦માં હયાત] : ખરતર ગચ્છના જૈન સાધુ. જિનસિંહસૂરિની પરંપરામાં વિજયકીર્તિગણિ-ચારિત્રકુશલગણિના શિષ્ય. ‘મચ્છોદર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૦/સં. ૧૭૧૬ કારતક વદ ૧૩-ધનતેરસ)ના કર્તા. આ કવિ ભૂલથી અભયવર્ધનશિષ્ય ગણાવાયા છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]