ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ડ/ડુંગર સ્વામી-૧
Revision as of 05:47, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)
ડુંગર(સ્વામી)-૧ [ઈ.૧૪૭૯ સુધીમાં] : જૈન સાધુ. અલંકારાદિથી રસપ્રદ બનતા ઉપાલંભભર્યા વિરહ ભાવના ૨૬/૨૮ કડીના ‘નેમિનાથ ફાગ/ઓલંભડા-બારમાસ’ (લે. ઈ.૧૪૭૯; મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, અસાડ-શ્રાવણ ૧૯૮૬ - ‘સં. ૧૫૩૫માં લખાયેલાં પ્રાચીન કાવ્યો.’ સંદર્ભ : ૧. જૈગૂકવિઓ; ૩(૧); ૨. જૈમગૂકરચનાએં : ૧.[શ્ર.ત્રિ.]