ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવીદાસ-૬
Revision as of 12:12, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવીદાસ-૬'''</span> [ ] : આખ્યાનકાર. વસાવડના વતની. આ ક...")
દેવીદાસ-૬ [ ] : આખ્યાનકાર. વસાવડના વતની. આ કવિનું ચોપાઈ અને ઢાળબંધનું ‘નાનો ઇશ્વરવિવાહ’ (મુ.) શિવવિવાહના પ્રસંગને વર્ણવતું ને લગ્નના નિરૂપણમાં તત્કાલીન સામાજિકતાને ઉઠાવ આપતું આખ્યાનાત્મક કાવ્ય છે. આ કાવ્યની ૭૨ અને ૧૭૦ જેટલી કડીઓની ૨ વાચના મુદ્રિત મળે છે. કૃતિ : ૧. ઈશ્વરવિવાહ, પ્ર. કેશવલાલ મગનલાલ દૂધવાળા, ઈ.૧૯૧૧; ૨. કાદોહન : ૩; ૩. દેવીમાહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૪. બૃકાદોહન : ૧. સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]