ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યશોવર્ધન-૧
Revision as of 15:16, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''યશોવર્ધન-૧'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છની ખેમશાખાના જૈન સાધુ. સુગુણકીર્તિની પરંપરામાં રત્નવલ્લભના શિષ્ય. ૩૨ ઢાલના ‘ચંદનમલયાગિર...")
યશોવર્ધન-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છની ખેમશાખાના જૈન સાધુ. સુગુણકીર્તિની પરંપરામાં રત્નવલ્લભના શિષ્ય. ૩૨ ઢાલના ‘ચંદનમલયાગિરિ-રાસ’ (ર.ઈ.૧૬૯૧/સં.૧૭૪૭, શ્રાવણ સુદ ૬), ‘જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૬૯૫), ‘વિદ્યાવિલાસ-રાસ’ (ર.ઈ.૧૭૦૨/સં. ૧૭૫૮, કારતક સુદ ૨) અને ૮ કડીના ‘નેમિનાથ-ગીત’ના કર્તા. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય; ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]