ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વરસિંહ ઋષિ

From Ekatra Wiki
Revision as of 06:01, 12 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વરસિંહ(ઋષિ) [ઈ.૧૭૧૦માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. તેજસિંહની પરંપરામાં કાન્હજી આચાર્યના શાસનમાં દાસમુનિના શિષ્ય. ‘નવતત્ત્વ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૦; મુ.) તથા ‘શ્રીપાલ-રાસચરિત્ર’ના કર્તા. પહેલી કૃતિ સિંઘજીને નામે મુદ્રિત થયેલ છે, પરંતુ ખરું નામ વરસિંઘ-વરસિંહ છે. વરસંગને નામે ‘ચતુર્વિંશતિ-ચોપાઈ’ મળે છે તે આ વરસિંહની હોવાની સંભાવના છે. કૃતિ : લોંપ્રપ્રકરણ. સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૪. મુપુગૂહસૂચી. [કી.જો.]