વસુધા/रसानां रस
Revision as of 12:06, 14 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|रसानां रस|}} <poem> ‘શું પિશ મધુ સીધુ, આસવ, સુરંગી કે શરબત?’ પ્રસન્ન થઈ સૃષ્ટિના રસ નવાજતી આજ તું. નહીં નહિ, મને પિવાડ ફરી પાણી પિશે, પ્રિયે! તહીં પ્રથમ હા સર્યો અમલ નીરની ધારમાં સુપૂ...")
रसानां रस
‘શું પિશ મધુ સીધુ, આસવ, સુરંગી કે શરબત?’
પ્રસન્ન થઈ સૃષ્ટિના રસ નવાજતી આજ તું.
નહીં નહિ, મને પિવાડ ફરી પાણી પિશે, પ્રિયે!
તહીં પ્રથમ હા સર્યો અમલ નીરની ધારમાં
સુપૂર્ણ તવ અંતરેથી નરવો रसानां रसः!