ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેકચંદ્ર-૨
Revision as of 09:14, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિવેકચંદ્ર-૨'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવની પરંપરામાં વાચક ભાનુચંદ્રના શિષ્ય. દીક્ષા પહેલાં સગાભાઈ અને દીક્ષા પછી દેવચંદ્ર (અવ.ઈ.૧...")
વિવેકચંદ્ર-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવની પરંપરામાં વાચક ભાનુચંદ્રના શિષ્ય. દીક્ષા પહેલાં સગાભાઈ અને દીક્ષા પછી દેવચંદ્ર (અવ.ઈ.૧૬૪૦)ના ગુરુભાઈ. ‘દેવચંદ્ર-રાસ’ (ર.ઈ.૧૬૪૦ પછી), ૨૫/૨૭ કડીનો ‘જીવદયાનો છંદ/શિખામણનો સલોકો’(મુ.) અને ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : ૧. પસમુચ્ચય : ૨; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]