ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરવિજ્ય-૨
Revision as of 09:28, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વીરવિજ્ય-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહસૂરિની પરંપરામાં કનકવિજ્યના શિષ્ય. વિવિધ રાગ નિર્દેશવાળું ‘બંભનવાડીમંડનવીરજિન-સ્તવન/રા...")
વીરવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહસૂરિની પરંપરામાં કનકવિજ્યના શિષ્ય. વિવિધ રાગ નિર્દેશવાળું ‘બંભનવાડીમંડનવીરજિન-સ્તવન/રાગમાલા-સ્તવન’ (ર.ઈ.૧૬૫૨/સં.૧૭૦૮, આસો વદ ૩૦), ૫૩ કડીની ‘વિજ્યસિંહસૂરિ નિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૬૫૩/સં.૧૭૦૯, ભાદરવા વદ ૬, સોમવાર; મુ.), ૪ કડીની ‘નેમિજિન-સ્તુતિ/પંચમી-સ્તુતિ’(મુ.) તથા ૮ કડીની ‘ગૌતમ-સઝાય’ના કર્તા. કૃતિ : ૧. જૈઐકાસંચય (+સં.); ૨. જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. ડિકૅટલૉગભાવિ; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]