ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વ્રજભૂષણ
Revision as of 05:01, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
વ્રજભૂષણ [ઈ.૧૮૬૯ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવકવિ. વલ્લભાચાર્યના વંશજ. ‘સર્વોત્તમ-સ્તોત્રનું ધોળ’ (લે.ઈ.૧૮૬૯) એ કૃતિના કર્તા. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે. [કી.જો.]