ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવલાલ-ઋષિ
Revision as of 16:39, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
શિવલાલ(ઋષિ) [ઈ.૧૮૨૬માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. અનોપચંદ્રની પરંપરામાં પન્નાલાલના શિષ્ય ‘રામલક્ષ્મણ-સીતાવનવાસ-ચોપાઈ’ (ર.ઈ.૧૮૨૬/સં.૧૮૮૨, મહા વદ ૧) અને ‘મહાશતક-શ્રાવક-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]