સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/ઘેલોશા
Revision as of 07:46, 19 October 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભાઈબંધી|}} {{Poem2Open}} <center>[જન્મ : સં. 1826: મૃત્યુ : સં. 1883]</center> સોરઠમાં એ સમે વોળદાન રેફડિયાની હાક બોલતી. વોળદાન રેફડિયો ચાચરિયા ગામનો કાઠી ધણી હતો. વિકરાળ લૂંટારો હતો. ત્રણસો ત્રણસો ઘોડાં...")
ભાઈબંધી
સોરઠમાં એ સમે વોળદાન રેફડિયાની હાક બોલતી. વોળદાન રેફડિયો ચાચરિયા ગામનો કાઠી ધણી હતો. વિકરાળ લૂંટારો હતો. ત્રણસો ત્રણસો ઘોડાં હાંકતો. એક રાતે ચાચરિયાની ડેલીમાં ડાયરો મળ્યો છે. નગરની લૂંટ કરીને વોળદાન ચાલ્યો આવે છે. લાલચુ રાવળ બારોટ ગોઠણભર થઈને વોળદાનને બિરદાવી રહ્યો છે કે — “ભલો! ભલો વોળદાન! વોળદાન, તેં તો કોઈથી ન થાય તેવો કામો કર્યો. નગર લૂંટ્યું. અરે —