યાત્રા/રહો સભર તૃપ્ત
Revision as of 05:03, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રહો સભર તૃપ્ત|}} <poem> રહો સભર તૃપ્ત, આત્મ! રસઘૂંટ એકાદ કો મળ્યો નવ મળ્યો જગદ્રસતણે, ન પરવા ધરો; મળ્યું અગર એક ચુંબન, મળ્યું ન વા, તો ભલે! છલી અગર લક્ષમી-શક્તિ, નહિ વા, ભલે તો ભલે! પ્રગ...")
રહો સભર તૃપ્ત
રહો સભર તૃપ્ત, આત્મ! રસઘૂંટ એકાદ કો
મળ્યો નવ મળ્યો જગદ્રસતણે, ન પરવા ધરો;
મળ્યું અગર એક ચુંબન, મળ્યું ન વા, તો ભલે!
છલી અગર લક્ષમી-શક્તિ, નહિ વા, ભલે તો ભલે!
પ્રગાઢ મળ્યું એક ચુંબન? ન ઝંખ બીજું પછી,
સમસ્ત જગચુંબનોની અનુભૂતિ એ એકમાં,
અને અગર એક યે નવ મળ્યું? અહો તે ય તું
અજાણ રસનો ન, તારી ચિતિ ગૂઢ જાણે બધું.
અહો રસનિધે! રસે તણું રહસ્ય તેમાં બધું :
ત્વમેવ રસરૂપ, સર્વ રસવિદ્, રસોત્સર્જક,
ત્વમેવ રસનાથઃ એ સ્મૃતિ ભલે થઈ લુપ્ત, આ
જગત્ સહ ઘસાઈ લુપ્ત શુતિને કરી દીપ્ત લે.
અને નિરખશે તું સિદ્ધ નિજ પૂર્ણતામાં પછી
જગદ્રસ બધા તવૈવ રસધિની ઊર્મિચ્છવિ.
ડિસેમ્બર, ૧૯૪૭