ગુજરાતી ગઝલસંપદા/અમીન આઝાદ
Revision as of 02:29, 30 December 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| અમીન આઝાદ | અમીન આઝાદ}} <poem> જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ. ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ?<br> તમે જ્યાં આંખ મીંચી કે બધે અંધાર ફેલાયો; તમે જોયું અને એક જ ઇશારે રાત ચ...")
અમીન આઝાદ
અમીન આઝાદ
જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ.
ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ?
તમે જ્યાં આંખ મીંચી કે બધે અંધાર ફેલાયો;
તમે જોયું અને એક જ ઇશારે રાત ચાલી ગઈ.
હજી તારાની સાથે જ્યોત્સ્નાની વાત કરતો’તો,
હજી સાંજે તો આવી’તી સવારે રાત ચાલી ગઈ.
જુઓ રંગભેદથી બે નારીઓ ના રહી શકી સાથે,
ઉષા આવી તો શરમાઈ સવારે રાત ચાલી ગઈ.
તમારા સમ ‘અમીન’ ઊંઘી શક્યો ના રાતભર આજે,
પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ.