દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૩૭. ગ્રીષ્મકાળ
Revision as of 10:52, 21 April 2023 by KhyatiJoshi (talk | contribs)
૩૭. ગ્રીષ્મકાળ
મનહર છંદ
ક્રોધમય કાયા ધરી અરે આ આવે છે કોણ,
જેના અંગ અંગોમાંથી ઉપજતી ઝાળ છે;
ભૂત જેવો ભયંકર કિંકર છે શંકરનો,
કિંવા ભયંકરી લંકા ભૂમિનો ભૂપાળ છે;
પયોધિના પાણીને ઉછાળતો પગની ઠેશે,
વેષે જોતાં વપુ જેનું મહા વિકરાળ છે;
સરોવર સરિતાના સલિલને શોષી લે છે,
ક્રોધી મામો કંસ છે કે કિંવા ગ્રીષ્મ કાળ છે?