ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/વિરતિ

From Ekatra Wiki
Revision as of 14:35, 11 November 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિરતિ
મહેન્દ્ર અમીન

કાળને
બાઝી ગયેલાં
વિરતિનાં જાળાં
હવે તો
સાફ કરવાં પડશે
નહિ તો.
મારા અસ્તિત્વની
ધાર
કાટ ખાઈ જશે :
લાવ,
કેટલાંક જૂનાં થઈ ગયેલાં
કાર્યો –
ભલે એનાં એ જ —
જરીક નોખી રીતે કરું :
ઈશુને ગોળીએ વીંધું
અને
ગાંધીને ખીલે ઠોકું.