ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/વરસાદ

From Ekatra Wiki
Revision as of 02:08, 17 November 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> <big><big>'''વરસાદ'''</big></big><br> '''દિનેશ કાનાણી''' <br><br> <poem> વરસાદમાં પલળી ગયેલી મારી કવિતાની ડાયરી, સવારે સૂરજ સામે મૂકી ત્યાં તો એમાં કૂંપળો ફૂટવા લાગી <nowiki>*</nowiki> તારી આંખમાં આંસુ જોઈને એમ થાતું ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વરસાદ
દિનેશ કાનાણી

વરસાદમાં
પલળી ગયેલી
મારી કવિતાની ડાયરી,
સવારે સૂરજ સામે મૂકી ત્યાં
તો
એમાં કૂંપળો ફૂટવા લાગી
*
તારી
આંખમાં
આંસુ જોઈને
એમ થાતું કે,
આભના વરસાદમાં
ભીંજાવું
તો
કેટલું સરળ છે!!
*
મારા મૌનને પણ સાદ
સમજીને
જે દોડી
આવે છે.
એના પર
વરસાદ થઈને
વરસી પડવાનું
મન થાય છે!