આથમણી કોરનો ઉજાશ

From Ekatra Wiki
Revision as of 12:54, 17 February 2024 by Shnehrashmi (talk | contribs)
Jump to navigation Jump to search
Aathamni Kor Cover page.jpg


આથમણી કોરનો ઉજાશ

દેવિકા ધ્રુવ
નયના પટેલ


કૃતિ-પરિચય

૨૦૧૬ની સાલમાં એક સવારે વિચાર આવ્યો કે, આજસુધી વિશ્વનાં જુદાં જુદાં સ્થળે મર્યાદિત સમય માટે પ્રવાસી તરીકે ગયેલા ઘણા લોકોએ અલપ ઝલપ, ઉપરઉપરની વિગતો લખી છે. પરંતુ ૪૦-૪૫ વર્ષો વિદેશમાં રહ્યા પછી, સંઘર્ષ વેઠીને, અનુભવેલી સારી ખોટી તમામ અનુભૂતિઓને અતિ ઝીણવટથી અને તટસ્થતાપૂર્વક લખાયેલ જાણમાં નથી. આવા એ વિચારને પરિણામે બે દેશો (યુ.કે. અને યુ.એસ.એ.)ની વિકટ અને નિકટની વાતો પત્રશ્રેણીરૂપે લખવાની શરૂઆત થઈ. આમ તો કવિતા તરફ સવિશેષ લગાવ. પણ ગદ્યમાં પ્રિય સાહિત્ય-પ્રકાર પત્ર-સ્વરૂપ. તેમાં વળી ૪૮ વર્ષની પાકી મૈત્રીનો ઢાળ મળ્યો. પાંચ દાયકાથી યુ.કે.નિવાસી નયના પટેલે પ્રતિકૂળ સંજોગોની વચ્ચે પણ સંપૂર્ણ સહકાર આપ્યો. તો ડાયસ્પોરા સર્જનના સંશોધક શ્રી બળવંતભાઈ જાનીએ આ પત્રશ્રેણીની પાંખોમાં પવન પૂર્યો. પરિણામે 'આથમણી કોરનો ઉજાસ' નો જન્મ થયો. ૨૦૨૦ના માર્ચ મહિનામાં ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તરફથી પત્રશ્રેણીરૂપ આ પુસ્તકને (૨૦૧૭ના વર્ષનું) ડાયસ્પોરા પારિતોષિક જાહેર થયું. તે પછી તેનો અંગ્રેજી અનુવાદ પણ થયો અને તે ' Glow from western shores' નામે પ્રકાશિત થયો. આમ, વિદેશના ચારેક દાયકાઓના અનુભવોનું મૂલ્યાંકન થયું. સંતોષની આ સમૃદ્ધિ અને આભા કલમને વધુ બળ આપી રહી છે. જાણીતા સાહિત્યકાર શ્રી જુગલકિશોર વ્યાસ કહે છે કે, "બે હૈયાં વચ્ચે સ્ફુરી ગયેલાં બે ઝરણાંના ખળખળતા મધુરા જળપ્રવાહનો આ શાબ્દિક વિડીયો છે !! 'એકત્ર' ફાઉન્ડેશને અત્રે પ્રસ્તુત કરવાની તક આપી તેનો રાજીપો વ્યક્ત કરું છું. આશા છે, સુજ્ઞ સાહિત્ય-જગત આ પુસ્તકને અહીં આવકારશે.

— દેવિકા ધ્રુવ