દલપત પઢિયારની કવિતા/વિચ્છેદ
Jump to navigation
Jump to search
વિચ્છેદ
હે મન!
ઉકેલી નાખો તમારાં
બધાં આવરણ.
ડુંગળીના પડ જેવું બંધાવા માંડ્યા
ત્યારથી જ
આપણો
ભોંયથી વિચ્છેદ શરૂ થયો છે.
હું કદાચ મોટો થઈ ગયો છું
કોઈ મારે કપાળે માટી ભરો,
મને શેઢાની ઊંઘ આવે... ...