અનુનય/કેવું થાય!

From Ekatra Wiki
Revision as of 00:20, 27 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કેવું થાય!

ઊભા થવાની આશામાં
યુગો સુધી આડા પડી રહીએ
ને અગસ્ત્ય તો આવે જ નહીં –
ત્યારે આપણને કેવું થાય!
હાથમાંની માછલી
જીવતી થઈને જલમાં રમે
ને ખાઈ ગયાનું આળ આવે –
ત્યારે આપણને કેવું થાય!
જાણીએ
કે પાછળ જોવાનું નથી
ને છતાં જોવાઈ જાય
આવનારું અલોપ થાય –
ત્યારે આપણને કેવું થાય!
ત્યારે
આપણે બચકું ભરવા જઈએ
પણ–
વેદનાનું હાડકું તો કઠ્ઠણ કઠ્ઠણ
એટલે
દાંતમાંથી નીકળતા લોહીને ચાટ્યા કરીએ –

૪-૯-’૭૪