રમણીક અગ્રાવતની કવિતા/કવિ પરિચય
રમણીક અગ્રાવત
જન્મ તા. ૨૫/૧૨/૧૯૫૫. જન્મસ્થળ : આંબરડી (જોગીદાસ), તા. સાવરકુંડલા, જિ. અમરેલી
હાલનું રહેણાંક : ૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિ. ભરુચ (૧૯૮૦થી)
અભ્યાસ : બી.એસસી., રસાયણશાસ્ત્ર, ૧૯૭૮, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
સિનિયર કેમિકલ એન્જિનિયર તરીકે જી.એન.એફ.સી.માંથી ૨૦૧૬થી નિવૃત્ત.
કવિ રમણીક અગ્રાવત આપણા સાંપ્રત સાહિત્યિના નોંધપાત્ર કવિ, સાહિત્યકાર છે. ગઝલેતર કાવ્ય પ્રવૃત્તિ કરતા કેટલાક બળુકા અવાજોમાં એક અવાજ આ કવિનો પણ છે. ત્રણ દાયકાથી પણ વધારે સમયથી સતત કાવ્યસર્જનમાં રત રહેલા આ સર્જકે તેમની શબ્દનિષ્ઠાના અને સાચી નિસબતના બળે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. કવિતાના સર્જન ઉપરાંત અનુવાદ અને કાવ્ય આસ્વાદનાં કાર્યો પણ તેઓ સુપેરે કરી રહ્યા છે.
તેમની ઉપલબ્ધિઓ :
* ચુનિલાલ મડિયા વાર્તા પારિતોષિક ૧૯૭૬-૭૭, યુનિવર્સિટી કક્ષાએ.
* ભાવનગર ગદ્ય સભાનો શ્રેષ્ઠ ગદ્ય કાવ્ય પુરસ્કાર ૨૦૧૪.
* હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં કાવ્યોના અનુવાદ
રમણીક અગ્રાવતનાં પુસ્તકો :
૧. ક્ષણકમળ (કાવ્ય), ૧૯૯૧
૨. વહી જતા આભાસનાં રેખાચિત્રો (કાવ્ય), ૧૯૯૫
૩. અવસર આવ્યા આંગણે (લગ્નગીતો અને ગદ્ય), ૨૦૦૯, ત્રણ આવૃત્તિ
૪. મૃત્યુ અને પરલોક, ચિંતન, અનુવાદ, ૨૦૧૦
૫. સંગત (કાવ્યાસ્વાદ લેખસંગ્રહ), ૨૦૧૩
૬. વાદ્યોમાં હું રણકાર છું (કાવ્યો અને ગદ્ય), ૨૦૧૮
૭. વાઘ અને અન્ય કાવ્યો (કેદારનાથસિંહનાં કાવ્યોનો અનુવાદ), ૨૦૧૮
૮. કુમારજીવ (કુંવર નારાયણનાં પ્રબંધકાવ્યનો અનુવાદ), ૨૦૨૧
૯. ચાહું છું તને હે પૃથ્વી (પાબ્લો નેરુદાનાં કાવ્યોનો અનુવાદ), ૨૦૨૧
૧૦. અંતરીક્ષમાં લટકતી સીડીઓ (કાવ્ય), ૨૦૨૧
૧૧. બીજમાં બહુરૂપા, કાવ્યાસ્વાદ લેખસંગ્રહ, ૨૦૨૨
સંપર્ક :
મો. ૯૬૬૨૦ ૫૮૨૪૩, Emailઃ ramanikagravat@gmail.com