રમણીક અગ્રાવતની કવિતા/વાદ્ય

From Ekatra Wiki
Revision as of 10:04, 18 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૫. વાદ્ય

વાદ્યો હતાં પ્રથમથી જ
આંગળીઓમાં
પગમાં
કંઠમાં
અંગેઅંગના વળવળોટમાં
મનમાં.

માણસ શું વગાડવાનો વાદ્ય?
વગાડે, નચાવે, ગાય માણસને
માણસના આનંદને, માણસનાં સુખને-દુઃખને
વાદ્ય.