રમણીક અગ્રાવતની કવિતા/રમતરંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૪. રમતરંગ

સાત સાત કોડી ને એક કરડો હો જી
રમે વરકન્યાની જોડી
રમત કૈં રંગે ચઢી હો જી.

મળી આંગળિયું કંકુનાં જળમાં
લહર ફૂંકાતી કૈં કૈં વમળમાં
કોણ જીતે ને દાવ કોણ હારે
જાનડિયુંમાં હોડ મચી હો જી...

કોડી ભૂલી પડી એક પળમાં
એકલી અટકી પડી અટકળમાં
ગૂંથાતાં ટેરવાં ઓચિન્તાં જાગે
વીજળિયુંની ત્રમઝટ મચી હો જી...