રમણીક સોમેશ્વરની કવિતા/સંપાદકનો પરિચય
ધીરેન્દ્ર પ્રીતમલાલ મહેતા
જન્મ તા. : ૨૯.૦૮.૧૯૪૪, સ્થળ : અમદાવાદ, વતન : ભુજ (કચ્છ)
શિક્ષણ : એમ.એ., પીએચ.ડી., ભુજ અને અમદાવાદ
વ્યવસાય : આકાશવાણી, પશ્ચાત્ યુ.જી.સી. રિસર્ચ ફેલો, તત્પશ્ચાત્ ગુજરાત કૉલેજ, અમદાવાદ અને રા. ર. લાલન કૉલેજ, ભુજમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને અધ્યાપક, ૩૭ વર્ષની શૈક્ષણિક સેવા પછી નિવૃત્ત (ઑક્ટોબર ૨૦૦૬), પછી કચ્છ યુનિવર્સિટીમાં મુલાકાતી વ્યાખ્યાતા.
પ્રકાશન : કવિતા, નવલિકા, નવલકથા, નિબંધ, રેખાચિત્ર, આત્મકથા, વિવેચન, સંપાદનનાં પચાસેક પુસ્તકો
મુખ્ય પુરસ્કાર : રાષ્ટ્રીય અકાદેમીનો એવૉર્ડ, રણજિતરામ સુવર્ણચંદ્રક, દર્શક એવૉર્ડ, ક. મા. મુનશી સુવર્ણચંદ્રક, ધૂમકેતુ ચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદ પુરસ્કાર, નર્મદ સાહિત્ય સભા ચંદ્રક ઇત્યાદિ.
સંપર્ક : જીવનછાયા, હૉસ્પિટલ રોડ, ભુજ (કચ્છ) ૩૭૦ ૦૦૧
મો. ૯૮૮૦૦ ૧૧૦૨૫
Email : dhirendramehta૨૯@gmail.com