પન્ના નાયકની કવિતા/સંપાદકનો પરિચય
સંધ્યા ભટ્ટ
૧૯૮૭માં સુરત જિલ્લામાં સ્થિત માંડવીની કૉલેજથી અધ્યાપન કારકિર્દી શરૂ થઈ. ૧૯૯૦થી બારડોલીની પી. આર. બી. આટ્ર્સ ઍન્ડ પી. જી. આર. કૉમર્સ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કરું છું. એમ.ટી.બી.આટ્ર્સ કૉલેજ, સુરતમાં બી.એ.(અંગ્રેજી) તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના અંગ્રેજી વિભાગમાં એમ.એ.(અંગ્રેજી)નો અભ્યાસ કર્યો. ૧૯૯૯થી લેખનકાર્ય શરૂ થયું. ૨૦૦૬માં પ્રથમ કાવ્યસંગ્રહ ‘સ્પર્શ આકાશનો’, ૨૦૧૭માં ‘શૂન્યમાં આકાર’ અને ૨૦૨૦માં સૉનેટસંગ્રહ ‘સમય તો થયો’ પ્રકાશિત થયા. ચાર પુસ્તકો કૃતિસમીક્ષાનાં થયાં છે તથા સંપાદન અને ચરિત્રલેખનમાં પણ કામ થયું છે. જયભિખ્ખુ પર એક મોનોગ્રાફ અંગ્રેજીમાં દિલ્હી સાહિત્ય અકાદમીએ ૨૦૨૨માં પ્રકાશિત કર્યો છે. શિક્ષણ અને સાહિત્યમાં સમાંતરે કામ કરવાનો મને આનંદ છે. કાવ્યસંગીત, ફિલ્મસંગીત અને શાસ્ત્રીયસંગીત સાંભળવું મને ગમે છે. મારી એક ગઝલ પાર્શ્વગાયિકા સાધના સરગમે પંડિત પરેશ નાયકના સ્વરાંકનમાં ગાયું છે. વાર્તાકાર મોહન પરમારની વાર્તા અને કેફિયતનો અંગ્રેજી અનુવાદ પ્રગટ થયો છે.
સંધ્યા ભટ્ટ
મો. ૯૮૨૫૩ ૩૭૭૧૪
Email: Sandhyanbhatt@gmail.com