મંગલમ્/બજાવી મોહને બંસી
Jump to navigation
Jump to search
બજાવી મોહને બંસી
બજાવી મોહને બંસી, ભણાવ્યો પાઠ ખાદીનો,
જગાડી હિંદ આખાને સુણાવ્યો મંત્ર ખાદીનો.
વિદેશી માલમાં મોહી, બન્યા છો દેશના દ્રોહી,
દવા એ મોહને લાવી, બતાવ્યો માર્ગ ખાદીનો.
નિહાળી માલ પરદેશી, બન્યો’તો દેશ દીવાનો,
અજબ એ બંસીના નાદે, બનાવ્યો ભક્ત ખાદીનો.
થતો બરબાદ જે પૈસો, બધો આ દેશમાં વહેશે,
આબાદી દેશની કરવા, કર્યો ઉદ્ધાર ખાદીનો.
વિદેશી વસ્ત્ર પહેરીને, કરેલાં પાપ ધોવાને,
હવે પસ્તાઈને બંધુ, ધરી લે વેશ ખાદીનો.