અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/સમજ્યા

From Ekatra Wiki
Revision as of 08:52, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સમજ્યા|લાભશંકર ઠાકર}} <poem> સૂરજ આ અમથું ઊગ્યો ને અમથું ખીલ્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સમજ્યા

લાભશંકર ઠાકર

સૂરજ આ અમથું ઊગ્યો ને અમથું ખીલ્યું ફૂલ...સમજ્યા.
અમથું છે આ ઝાકળટીપું, અમથી ઊગી શૂલ...સમજ્યા.
અમથું આ પંખી બોલે છે, અમથું ઊડે કાગ...સમજ્યા.
અમથું આ એકલતા જેવું, અમથો ખીલ્યો બાગ...સમજ્યા.
અમથા આ શબ્દો જાગે છે, અમથો એનો અર્થ...સમજ્યા.
અમથી અમથી કરું કવિતા, અમથો બનો અનર્થ...સમજ્યા.
તેમ છતાં આ અમથું ના કંઈ, અમથો થતો સવાલ...સમજ્યા.
ઉપર નીચે, નાના મોટા, ફરકે અમથા ખ્યાલ...સમજ્યા.
કાગળનો ડૂચો છે અમથો, અમથો આ ઘોંઘાટ...સમજ્યા.
અમથા અમથા તારા ઊગે, અમથી સળગે વાટ...સમજ્યા.
અમથી અમથી શરૂ થઈ છે, અમથો એનો અંત...સમજ્યા.
અમથું અમથું સમજ્યો જે કંઈ, અમથો બાંધું તંત...સમજ્યા.