ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અકસ્માત

From Ekatra Foundation
Revision as of 01:56, 24 July 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અકસ્માત}} અકસ્માત (પિનાકિન્ દવે; ‘તૃપ્તિ’, ૧૯૭૭) પોળમાં ત્રીજે માળે એક કોટડીમાં રહેતો ટાઇપિસ્ટ રજનીકાન્ત રોજિંદા જીવનથી કંટાળી પ્રાઈમસનો સળગતો કાકડો ઘરમાં ફેંકી બહાર નીકળ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અકસ્માત

અકસ્માત (પિનાકિન્ દવે; ‘તૃપ્તિ’, ૧૯૭૭) પોળમાં ત્રીજે માળે એક કોટડીમાં રહેતો ટાઇપિસ્ટ રજનીકાન્ત રોજિંદા જીવનથી કંટાળી પ્રાઈમસનો સળગતો કાકડો ઘરમાં ફેંકી બહાર નીકળી જાય છે - એવા આછા કથાનકના ઝીણવટભર્યા વિસ્તારમાં કંટાળો કેન્દ્રસ્થાને છે. ચં.