ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અકારણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
અકારણ

ધીરેન્દ્ર મહેતા

અકારણ (ધીરેન્દ્ર મહેતા; ‘સમ્મુખ’, ૧૯૮૫) મધ્યમ વર્ગના એક કુટુંબમાં નવી પરણીને આવેલી શિક્ષિત નાની વહુ સવારથી સાંજ સુધી સાસુનાં સતત કચકચ ને ટોણાં વચ્ચે ઘરનો ઢસરડો ખેંચ્યા કરે છે અને દિવસને અંતે ઘરકામની આવડત નથી એવો અભિપ્રાય મેળવે છે. વાર્તાના અંતભાગમાં પાડોશની છોકરીનો નાની વહુ સાથેનો સંવાદ સમગ્ર પરિસ્થિતિમાં રહેલી કરુણતાને વેધક રીતે પ્રકાશિત કરે છે. મિતાક્ષરી ને વ્યંજનાસભર ભાષા વાર્તાનું બળવાન તત્ત્વ છે.
જ.