ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ફ/ફોટા

From Ekatra Foundation
Revision as of 02:20, 30 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ફોટા

સવિતા રાણપુરા

ફોટા (સવિતા રાણપુરા; ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૭૫) જાતીય વ્યવહારના ફોટાઓ હાથ ચડતાં પુષ્પા અને અશોક જેવાં બાળકોનાં વર્તનમાં ઊભાં થયેલાં કુતૂહલો અને એ પરત્વે એમનાં માતાપિતાના તીવ્ર પ્રતિકારો, મોટાઓનો દંભ અને બાળકોની નિર્દોષતાને પ્રગટ કરે છે. વાર્તા જાતીયતાના જોખમી પ્રશ્નને સ્પર્શે છે.
ચં.