ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બાપનું નામ

From Ekatra Foundation
Revision as of 02:45, 30 July 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બાપનું નામ

મનસુખલાલ મો. ઝવેરી

બાપનું નામ (મનસુખલાલ મો. ઝવેરી; ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૭૫) દમણગંગાના બેય કાંઠા ઉપર રાજ કરતાં જમીનદાર શિવશંકર જોશી, એમને ત્યાં લાંઘણો કરી રામધૂન મચાવનાર ભૂદાનવાળાને સોળહજાર એકર જમીન દાનમાં મેળવી આપે છે. જમીનવિહોણાને એ વહેંચી આપવા આવેલા પ્રધાન એક આદિવાસી છોકરાને બાપનું નામ પૂછે છે. પિહલો જે જાણતો નથી એ ક્યાંથી કહે? પણ ઉત્તરમાં શિવશંકરભાઈ પિહલાનું સાચું આખું નામ લખાવે છે: પ્રવીણ શિવશંકર જોશી! જીવતરનાં અંદર-બહારનાં પરિવર્તનને આલેખતી વાર્તામાં ભાઠેલાની સુરતી બોલી ધ્યાન ખેંચે છે.
ર.