ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વાત્રકને કાંઠે

From Ekatra Foundation
Revision as of 03:16, 13 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વાત્રકને કાંઠે

પન્નાલાલ પટેલ

વાત્રકને કાંઠે (પન્નાલાલ પટેલ; ‘વાત્રકને કાંઠે, ૧૯૫૨) નવલનો પહેલો પતિ અને નવલની છેડતી કરનારનું ખૂન કરી ભાગી ગયેલો બીજો પતિ: એ બંને સાધુ વેશે આવી વનવગડામાં રહેતી નવલ માટે પોલીસમાં હાજર થઈ જવા તૈયાર છે અને પહેલો પતિ પકડાઈ પણ જાય છે પરંતુ નવલને છાતીફાટ રોતી જોઈને નવલને પોતે ખપતો નથી એવા ભાન સાથે બીજો પતિ પણ પાછો ફરી જાય છે. બે પુરુષ અને એક સ્ત્રીના સઘન પ્રેમનો પરિચય આપતું કથાનક કરુણાન્ત બન્યું છે.
ચં.