ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વાડકી

વાડકી

ભૂપેન ખખ્ખર

વાડકી (ભૂપેન ખખ્ખર; ‘ગદ્યપર્વ’ મે, ૧૯૮૯) ‘બદરિકાશ્રમ’માળામાં કરારનામાથી જમનાદાસ સાથે રહેતી જમનાની ખોવાયેલી વાડકી અંતે શિવલાલને ત્યાંથી મળે છે એની સાથે સાથે લગ્નેતર જાતીયસંબંધોની અને સજાતીય સંબંધની વાત ગૂંથાતી આવે છે. વાર્તામાં માનવસંબંધોનું નિરીક્ષણ અને સંવાદપ્રચુરતા મુખ્ય કામગીરી બજાવે છે.
ચં.