ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વિપર્યાસ

From Ekatra Foundation
Revision as of 03:48, 13 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વિપર્યાસ

પારુલ કંદર્પ દેસાઈ

વિપર્યાસ (પારુલ કંદર્પ દેસાઈ; ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા’-૨, સં. રઘુવીર ચૌધરી, ૧૯૯૯) વાર્તાનું શીર્ષક સૂચવે છે તેમ કથાનાયિકાઓ માનસી અને લોપાનાં જીવનઅભિગમો અને શૈલી કથારંભે ધ્રુવસ્થ છે પરંતુ કથા દરમિયાન પરસ્પર બદલાય છે. સંતાનો માટેના લોપાનાં વાત્સલ્ય-પ્રેમ અને પતિ વિવેક માટેનાં ત્યાગ-સમર્પણથી માનસી પ્રભાવિત થાય છે તો લોપા માનસીની વિદ્વત્તા તથા વહીવટી કુનેહને સ્પૃહાભાવે જોઈ રહે છે. વાર્તાકારે બે ભિન્ન રસરુચિ ધરાવતી સ્ત્રીઓને સંનિધીકૃત કરીને – મનુષ્યને જે નથી સાંપડ્યું તેની ઝંખના કેવી પ્રબળ હોય છે તે આ વિપર્યાસ દ્વારા નિરૂપ્યું છે.
ર.