ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સરકારી નોકરીની સફળતાનો ભેદ

From Ekatra Foundation
Revision as of 02:29, 14 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સરકારી નોકરીની સફળતાનો ભેદ

રામનારાયણ વિ. પાઠક

સરકારી નોકરીની સફળતાનો ભેદ (રામનારાયણ વિ. પાઠક; ‘દ્વિરેફની વાતો’-૧, ૧૯૨૮) વાર્તામાં ભાણપદ્ધતિએ એક સરકારી નોકરના મુખે પોતાના દાંપત્યજીવનની કરુણ કથા આલેખાઈ છે. સતીત્વના આચારોને જડ રીતે વળગીને ચાલતી પોતાની પત્નીના વ્યવહાર-વર્તનથી ઉબાઈ અને ગૂંગળાઈ ગયેલો શિક્ષિત પતિ કેવી રીતે ક્રમશઃ પોતાની પત્નીથી વિમુખ થતો ગયો એ વાત હાસ્યની છોળો વચ્ચે કહેવાને લીધે વધારે મર્મભેદક બની છે.
જ.