ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સમ્મુખ
સમ્મુખ
ધીરેન્દ્ર મહેતા
સમ્મુખ (ધીરેન્દ્ર મહેતા; ‘સમ્મુખ’, ૧૯૮૫) બીમાર સાસુની સેવા કરતાં કરતાં સુમિતા એટલી સાસુમય થઈ જાય છે કે રાતે પતિસંગ દરમ્યાન પણ બાના રૂમમાં કંઈ અવાજ થતાં વિવસ્ત્ર દશામાં દોડી પડે છે. બાના અવસાન પછી પુત્ર સુનિલ વિચારે છે કે આજે રાતે એ આખી સુમિતાને પામશે પણ ઘેર જઈને જુએ છે તો સુમિતા બાના ચલાણામાં એમની માફક ખીચડી ને ભાજીનો સૂપ ખાય છે. વ્યક્તિનું મન સાહચર્યોથી કેવું જકડાઈ જાય છે - એનું વાર્તા લાઘવપૂર્ણ નિરૂપણ કરે છે.
ર.