ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સ્વર્ગ અને પૃથ્વી
Jump to navigation
Jump to search
સ્વર્ગ અને પૃથ્વી
સ્નેહરશ્મિ
સ્વર્ગ અને પૃથ્વી (સ્નેહરશ્મિ; ‘સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૩) સ્વર્ગમાં પૃથ્વીનું કરુણ સંગીત રેલાવવાના અપરાધ બદલ ગંધર્વને છ વર્ષ પૃથ્વી પર ગાળવાની સજા થાય છે. છ વર્ષ દરમિયાન તેને છાયાનો અસીમ, નિર્વ્યાજ પ્રેમ સાંપડે છે. મુદત પૂરી થતાં ગાંધર્વ ચાલી નીકળે છે પરંતુ રસ્તે છાયાનું સ્મરણ થતાં તે પાછો ફરે છે. તેનાં જૂનાં વલ્કલને બાથ ભીડીને સૂતેલી છાયા પાસે ગંધર્વ બેસી રહે છે ને સ્વર્ગનું વિમાન પાછું જાય છે. શાશ્વત વિલાસની સામે સંયોગ-વિયોગનાં સુખદુઃખની જીત નિરૂપતી વાર્તા તેના વસ્તુથી ધ્યાન ખેંચે છે.
ર.
←
[[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સ્વરૂપાન્તર|સ્વરૂપાન્તર]]
[[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/હકલાએ બનાવ્યું કાગળનું એક વિમાન|હકલાએ બનાવ્યું કાગળનું એક વિમાન]]
→