ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/ત્રેપનસિંહ ચાવડા જીવે છે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ત્રેપનસિંહ ચાવડા જીવે છે

રમેશ પારેખ

ત્રેપનસિંહ ચાવડા જીવે છે (રમેશ પારેખ; ‘સ્તનપૂર્વક’, ૧૯૮૬) વર્ષોથી બંધ મ્યુઝિયમમાં છબીની ફ્રેમમાં રહેલા ત્રેપનસિંહ નાયક સાથે હસીને વાતોએ ચડે છે અને અંતે ચોપનમા સિંહે જેનો કરપીણ શિકાર કર્યો હતો એ રા. રા. ત્રેપનસિંહ ચાવડાની હયાતીની નાયકને ભાળ મળે છે. કપોલકલ્પિતના તત્ત્વથી વ્યંગમાં વિસ્તરતું કથાનક વિશિષ્ટ હયાતીના પ્રશ્નને વક્રતાથી ધારણ કરે છે.
ચં.